#FACT NEWS 4
                                             

વડોદરામાં રોગચાળો ફાટી નીકળતા રાજ્યમાં તબક્કાવાર પાણીપૂરી પર પ્રતિબંધ મુકાશે

ગાંધીનગર: રાજયની સંસ્કાર નગરી વડોદરામાં રોગચાળો ફાટી નીકળતા પકોડી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્યમાં અન્ય શહેરોમાં પણ રોગચાળો ન ફેલાય એટલે તબક્કાવાર અન્ય શહેરોમાં પણ પ્રતિબંધ મુકાશે તેમ વાતચીત દરમિયાન રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, પકોડીને કારણે રોગચાળો વધતો હોવાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને રાજ્યના તમામ મહાનગરોમાં પકોડીવાળા સહિત ખુલ્લી ખાદ્ય ચીજ વેચતા વેપારીઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

પકોડી પર પ્રતિબંધનાં કારણો
  • - પકોડીમાં દૂષિત પાણી વપરાય છે
    - પકોડીમાં સડેલા અને હલકી ગુણવત્તાના બટાકા,ચણા, લોટ વપરાય છે
    - પકોડીને કારણે ટાઇફોઇડ, કમળો, મેલેરિયા, ફૂડ પોઇઝનિંગ થાય છે
    - ખુલ્લામાં વેચાતી હોવાથી દૂષિત થાય છે
    - કેટલાક પકોડી વેચનારાઓ એસિડિક પદાર્થ ભેળવે છે


Comments